એક ભૂલ - 6

(21)
  • 5k
  • 2.7k

મીરાને એ દિવસ નજર સમક્ષ આવી રહ્યો હતો કે જેને લીધે મીરાનું સર્વસ્વ ખોવાઈ ગયું હતું.***કોફીશોપમાં મિહિર અને મીરાએ નક્કી કર્યું એ મુજબ મીરા રાધિકાને આરવ વિશે વાત કરવાની હતી અને આરવે શા માટે રાધિનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એ વિશે પૂછવાની હતી. પણ જ્યારે મીરા ઘરે પહોંચે છે ત્યારે રાધિકા તેની ઘરે હતી નહીં માટે તે બીજા દિવસે જ્યારે કોલેજેથી આવે ત્યારે પૂછવાનું નક્કી કર્યું. બીજા દિવસે મીરા જ્યારે જોબ પર હોય ત્યારે ઘરેથી તેના પપ્પાનો ગભરાયેલ અવાજ કાને પડે છે,"મીરા.. મીરા તું જલ્દી ઘરે આવ. રાધિકા.....""પપ્પા.. શું થયું? બધું ઠીક છે ને? ને રાધિકા.. એને શું થયું?" મોહનભાઈનો