ગામડાની પ્રેમ કહાની - ૧૪

(46)
  • 4.4k
  • 2
  • 2.1k

ગામડાની પ્રેમકહાની નિશાંત અને વિકાસ રાણપુરનાં પુલ પાસે આવેલ ચાની લારીવાળા પાસેથી કટિંગ ચા લઈને પીતાં હતાં. ભાગ-૧૪ નિશાંત જીગ્નેશના લગ્નની કંકોત્રી લઈને ધનજીભાઈના ઘરે જવા નીકળી ગયો. મનમાં હરખ અને દિલમાં જાગેલી એક આશા, તેનાં ચહેરાનાં હાવભાવ પરથી જાણી શકાતી હતી. નિશાંત ચાલતાં ચાલતાં ધનજીભાઈની ઘરે પહોંચી ગયો. ગઈ રાતે વિકાસે કહેલાં શબ્દો યાદ આવતાં, નિશાંત મનમાં જ બોલ્યો, "આજે કહી જ દેવાનું છે." ધનજીભાઈ સામેથી સીડી ઉતરતાં નીચે આવ્યાં. આરવ હોલમાં જ બેઠો હતો. મનિષાબેન અને સુશિલાબેન રસોડામાં નાસ્તો બનાવતાં હતાં. "આવ નિશાંત!! બસ તારી જ રાહ જોતો હતો." આરવે સોફા પરથી ઉભાં થઈને કહ્યું. નિશાંત આરવની સાથે