સરળ સંહિતા મોતીની.... - ૧૦

  • 3k
  • 884

૧૯.વડીલપણું વાત આજે કરવી છે એક વડીલના વડીલપણાની!આજના વડીલોને સતત આ નવી પેઢી અને પોતાની વચ્ચે એક અંતર અનુભવાય છે.પણ આજે આપણા એક સમર્થ સાક્ષરવર્ય શ્રી નાનાભાઈ ભટ્ટના જીવનના એક પ્રસંગ વડે વડીલોને કંઈક મળે એવું લઈને આવ્યો છું. કોઈપણ વાત શીખવવાની એક રીત હોય છે જે સખેદ કહેવું પડે છે કે આજના બહુ ઓછા વડીલ આ સમજે છે.તેમને મન શીખવવાનું કંઈ જ હોતું નથી,બસ આદેશ હોય છે. આંબલા ગામમાં નાનાભાઈ, દર્શક ,દર્શકના પત્ની વિજયાબેન,એક નવા જોડાયેલા યુવાન કાર્યકર મનુભાઈ દવે રહેતા હતા અને વિદ્યાયજ્ઞ ચલાવતા હતા.ત્યારે બધાને સુવા માટે ગાદલું, ઓછાડ હોય અને અન્ય જરૂરી વસ્તુ હોય.