સંસ્મરણોની દુનિયા

  • 2.8k
  • 774

વેકેશન પડે એટલે કોને મામાનું ઘર નાં યાદ આવે.દરેકને યાદ આવે એ દેખીતી વસ્તુ છે.અને આજે આટલા વર્ષે પણ હું એમાંથી બાકાત રહી નથી શક્તી. હુ અને મારી બહેનો વેકેશન પડે એટલે તરત જ મામાને ઘરે ઉપડી જઈએ. મામા નાં ઘરે મામાની દિકરી અને દિકરાઓની જોડે ખૂબ જ મજા મસ્તી કરીએ અને વેકેશનની મજા માણીયે. અમારાં બધામાં મામાની એક દિકરી મીનાક્ષી જેને અમે ટીની કહીએ. ટીનીને બોલવામાં થોડી તકલીફ હતી. પણ એ ખૂબ જ ભોળી હતી. ટીનીને બોલવાની તકલીફ હતી અને મામા એ એને કોઈ બીજી મુસીબતનો સામનો નાં કરવો પડે એટલે એનાં લગ્ન જલ્દી કરાવી દીધાં હતાં. સ્વભાવની ભોળી