જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 63 લેખક – મેર મેહુલ જૈનીત અને નિધિ ડીંડોલી વિસ્તારમાં આવેલા કોઠાવાળા બંગલાની અગાસી પર શિવાનીના બાળકને શોધી રહ્યા હતાં.અગાસી પર ઘણાબધાં પાણીના ટેન્ક હતાં, બંને એ ટેન્કોને ખોળી રહ્યાં હતાં. એક ટેન્કમાં નિધીને કશુંક દેખાયું એટલે તેણે જૈનીત બૂમ પાડી.જૈનીત દોડીને નિધિ પાસે આવ્યો.તેણે ટેન્કમાં નજર કરી તો તેની આંખો પહોળી થઇ ગઇ.એ ખાલી ટેન્કમાં એક નાનું બાળક સુતું હતું,જે શિવાનીનું હતું.તેનાં શરીર પર કેટલાંય ઘાવ હતાં તો પણ એ નિરાંતે ઊંઘી રહ્યું હતું. જૈનીતે એ બાળકને બહાર કાઢ્યું.દર્દ થવાને કારણે એ બાળક રડવા લાગ્યું. “આને સારવારની જરૂર છે”જૈનીતે