પત્તાનો મહેલ - 12

  • 2.6k
  • 1
  • 1.3k

પત્તાનો મહેલ પ્રકરણ 12 શર્વરીને પાંચમો મહિનો જતો હતો. નિલયે ફ્લૅટ છૂટો કરી દીધો હતો. અંધેરીમાં સારો કિંમતી ફ્લૅટ અને ગાડી લીધી અને બરખાએ તેને સારી રીતે ફ્લૅટ સજાવી દીધો. શર્વરી હવે કામે જતી નહોતી. વિયેરા સાથે નિલયના વર્તનથી તેને દુ:ખ થયું હતું પરંતુ આ કૌભાંડ પછી નિલયની અંદર કેટલો અંગાર ભર્યો છે. તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. આ જ એની પ્રગતિને રોકતું , અને સમય આવે પ્રગતિને વધારતું પરિબળ હતું. રાધાને નિલયનું આ કાર્ય અનુચિત લાગ્યું હતું. એ સ્પષ્ટ પણે જાણતી હતી જે હા કહે તેને છોડવો નહીં વાળી નીતિ જ પાપનું મૂળ છે. પરંતુ આ પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો