ધ્રુવ બહુ ખુશ હતો આજે ઘરમાં ભાભી આવવાના હતા.ઘરમાં નવા સદસ્ય ને આવકારવા મોટા ભાઈ કેયુર ના લગ્ન ની ધમાલ અને ઉજાગરા નો થાક ધ્રુવ ભૂલી ગયો અને સ્વાગત ની તૈયારી માં લાગી ગયો હતો.ધ્રુવ નો ઉત્સાહ જોઈ એની મમ્મી નયના બેન બોલ્યા બેટા આ સેની ધમાલ માંડી છે ? વહુ કાંઈ નવીનવાઈ ની નથી કે આટલો ઉછળકુદ કરે છે.સાંભળી ધ્રુવ ના પપ્પા પ્રફુલ ભાઈ બોલ્યા શું કામ કટકટ કરે છે ? જે કરે છે એ કરવા દે એને.નયના બેન છણકો કરતા બોલ્યા તમે તો ચૂપ જ રહો, તમને આમાં કાંઈ ખબર ન પડે. અને લગ્ન પછી મારું સ્વાગત કેવુ