પગલા કહી કા

  • 3.6k
  • 862

તુમ મુજે યું ભુલાના પાઓંગે જબ કભીભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમભી ગુનગુનાઓગે લતાજી સ્પેશલ પ્રોગ્રામમાં fm પર તેઓના એવરગ્રીન ક્લાસિક સોન્ગ ચાલી રહ્યા હતા. સાગરના કાન પર અચાનક આ ગીતના શબ્દો ગૂંજ્યા અને ફૂલ સ્પીડમાં દોડતી કાર બ્રેક થઇ. સાગર ઘડીભર કારની ઈંફોનટેનમેન્ટ સિસ્ટમ સામે જોઈ રહ્યો જ્યાંથી આ ગીતના શબ્દો ગુંજી રહ્યા. સાગર માટે આ ગીત સહેજ પણ અજાણ્યું ના હતું બલ્કે, સાગરને કદાચજ અન્ય કોઈ ગીત આટલુ પસંદ હશે. શીલાના કોકિલ કંઠમાંથી હજારો વખત આ ગીત સાગર સાંભળી ચુક્યો હતો છતાં સાગરની એવી તે કઈ તરસ હતી જે છિપાતી નહિ અને શીલાને રોજ આ ગીત માટે