મારી દાંડીયાત્રા

  • 5.5k
  • 1.2k

" કાગડા-કૂતરાંનાં મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો નહીં ફરું." આમ સ્વરાજ ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞા સાથે ગાંધીજીએ પોતાના 79 સાથીદારો સાથે 12 મી માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી દાંડી પ્રતિ કૂચ આરંભી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 300 કિ.મી. છે. ગાંધીજી અને તેમના 79 સાથીદારો 24 દિવસની પદયાત્રા બાદ 5 મી એપ્રિલ, 1930 ના રોજ દાંડી પહોંચ્યા. માર્ગમાં આવતા અસલાલી, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી વગેરે ગામોમાં ગાંધીજીએ મોટી સભાઓને સંબોધી. ગાંધીજી અને તેમના સાથીદારોએ 6 ઠ્ઠી એપ્રિલની વહેલી સવારે સમુદ્રસ્નાન