આજે શ્રાવણીયો સોમવાર એટલે દેવોનાં દેવ મહાદેવની ભક્તિનો દિવસ. આ પવિત્ર મહિનામાં આવતાં ચાર સોમવાર તો ભગવાન શિવનાં દર્શન પણ દુર્લભ થાય. દૂધ, જળ, બીલી પત્ર, તુલસી પત્ર, ફળ-ફૂલ, કંકુ વગેરે પુંજાની સામગ્રી સાથે ભગવાન ભોળાનાથનાં ભક્તો મંદિર તરફ જતાં હતા. આજે હું પણ વહેલી સવારે ઉઠીને ભોળાનાથને જલાભિષેક કરવા તૈયાર થતો હતો. ઠંડા પાણીનું સ્નાન શરીરમાં સ્ફૂર્તિ લાવનારું હતું. હળવા કપડાં અને કપાળે ટિલક કર્યાં. ગુલાબ, કરેણ, ડોલર વગેરે ફૂલો લીધા. તાંબાની લોટીમાં શુદ્ધ પાણી લઇ તેમાં તુલસીના પત્ર મુક્યા. તેમજ થોડાં બીલી પત્ર સાથે મંદિરે જવા તૈયાર થયો. આમતો હું મંદિરે ખુબ જ ઓછો જવા વાળો માણસ, તો