વસંતમાં ખીલતા ફૂલોની જેમ મહેકતી, કુંપણ સમાન કોમલ અને કળી સમાન નાજુક ,ગ્રીષ્મની અસહ્ય ગરમીમાં, વર્ષા ની મધુર ઠંડક જેમ શિતળતા પ્રસરાવી દેતી,શરદની પૂર્ણિમાની પૂર્ણ ચાંદની જેમ રૂપેરી કાયા, રેશમના તાંતણ સમાન, સમીર સંગે દીદાર પર હરવા સ્પર્શે ઉરમાં સ્પંદન જગાડતી સ્વર્ણ કેશા, એ તો લટકતી ચાલે ,અંગે અંગ થી ક્રીડા કરતી અણીયાળી આંખે નિહારતી,એ તો જોબનવંતી નાર. વસંત માં ખીલતા ફૂલોની જે સુંદરતા અને નયનગમ્ય દૃશ્ય કુદરત ખુલા હાથે રંગો અને સુંગધ ને પ્રસરાવે છે તેવી જ સુંદર અને મનોહર સ્ત્રી ની કામણગારી કાયા ને ખીલવી છે. કવિઓ ,લેખકો અને કલાકારો પણ