એક ઉમ્મીદ - 8

  • 3.8k
  • 1.2k

" અરે નહિ તો મને સ્ત્રીનું અપમાન કર્યા નો ઘોર પાપ લાગશે...... અહા ! નર્ક માં પણ સ્થાન નહીં મળે....શિવ...શિવ...શિવ " આકાશે નખરા કર્યા ને બંને ખળખળાટ હસ્યા. મનસ્વીને કેટલા સમય પછી હસીને આનંદ મળ્યો. "અત્યારે આરામ કરી લે હવે શુ કરવું છે એ વિશે સવારે વાત કરીએ....ઠીક છે....." આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું. મનસ્વી અને આકાશ બંને કેટલીય વાર સુધી જાગતા રહ્યા...મનસ્વી ધીમે ધીમે પીડામાંથી બહાર આવતી હતી. એના ઘાવ આકાશના સાથ ને પામીને મળેલા મલમથી રૂઝાતા હતા....પોતે દિવસે સૂતી હતી એટલે એને આટલું જલ્દી ઊંઘ આવે એ શક્ય નહતું પણ આકાશને આરામ નહતો મળ્યો એટલે વાતચીત અવગણી એને આરામ