શિકાર - પ્રકરણ ૪૩

(34)
  • 6.9k
  • 5
  • 1.6k

શિકાર પ્રકરણ ૪૩આકાશ સેમ ને મળીને મામાની પાસે જવા વિચારતો હતો પણ સેમ મામા ને મળી ચૂક્યો છે એ વાત થી એ અજાણ જ હતો, એમની વચ્ચે થયેલા સંવાદ બાદ સેમ તાત્કાલિક કોચી જવા તૈયાર થયો હોય એ તો એને અંદાજ જ ન હોય ને..? જોકે, સેમ એક વાર કોચી જવાનો તો હતો જ, એટલું જ આકાશ જાણતો હતો... એ ગોંડલ રોડ ભણી મામા જોડે પહોંચવા રવાના થયો... મામા ની ઓફિસની નજીક પહોંચી એક સ્કૂલ ના છોકરાને આંતરી મામા ની ઓફિસમાં ચિઠ્ઠી મોકલાવી.. "આગળ ચાર રસ્તે છું મળવું છે."મામા એ વળતો જવાબ મોકલ્યો," ડાબા હાથે સાંકડો રસ્તો છે ત્યાંથી આવી જા.. "મામા ને