પત્તાનો મહેલ - 11

  • 3k
  • 2
  • 1.1k

પત્તાનો મહેલ પ્રકરણ 11 ત્રીજા દિવસે મલ્કાપુરકર આવ્યો તેની સાથે ચારેક જણ હતા. તેમને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ની પ્રગતિ, ઘરનું ઘર માટેની યોજના, લોન માટેના કાગળીયા, શરૂઆતના હપ્તા જેવી નાની નાની ઘણી બાબતોની માહિતી નિલયે આપી. મલ્કાપુરકરે એ ચારે સાથેની વાતચીત પત્યા પછી એક ફાઈલ આપી જેમાં દસ અરજી, દરેકના બાયોડેટા તથા ફોટોગ્રાફ હતા. અને સ્કીમની સફળતાનો આશાવાદ પણ હતો. સભ્યપદના ૧૦૦ ફોર્મ ખરીદીને દસમા દિવસે મળવાના વાયદા સાથે તે તેના સાથીદારો સાથે નીકળી ગયો. નિલય દસ અરજી અને બાયોડેટા જોઈને વિચારમાં પડી ગયો. રાધાને તે ફાઈલ બતાવી. રાધાનો Business Administration નો અનુભવ કહેતો હતો કે દસેય અરજી આ પ્રકારના કાર્યો