Part 2 હોરફિલ્ડ્ નામનાં શહેરથી થોડું દુર અને ઈસ્ટર્ન વ્હાઇટ નામનાં જંગલ પાસે એક નાનું એવું અનાથગૃહ હતું. એલેના, સ્ટીવ અને જેક ત્યાં રહેતાં. જેકનો બર્થડે હોવાથી એલેના અને સ્ટીવ રાત્રે 12 વાગે વીશ કરીને સરપ્રાઇઝ આપવા માંગતા હતાં. પણ જ્યારે છુપાઈને તેઓ જતાં હોય ત્યારે એલેના મિસ એમિલી અને કોઈ અજાણ્યા માણસ વચ્ચે થતી વાતચીત સાંભળી લ્યે છે.. " જેકનો 'એલસ્ટોન' જવાનો સમય થઈ ગયો છે.. તેને જેકની જરૂર છે.. પ્રોફેસર ફ્રેન્કનો ઓર્ડર છે.. મારે જેકને અહીંથી લઈ જ જવો પડશે... " એલેના સ્ટીવ તરફ જોઈને બોલી ગઈ. " વોટ..!! શું બોલે છે તું...? ક્યાં છે એલસ્ટોન..? કોણ પ્રોફેસર..?