હા, ચાલો સવારે સ્કુલ જવાનું છે ને ? વએહ્લા ઉઠવાનું છે..નિયતિનાં માથે હાથ ફેરવતા ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ નહિ પડી..પપ્પાનાં ખોળામાં જલ્દી સુવાની આદત હતી નિયતિને. રાજેશે નિયતિને બેડ પર બરાબર સુવડાવી અને અને તકિયા નીચેથી એની ડાયરી અડધી બ્હાર દેખાતી ડાયરી પર ધ્યાન ગયું..રાજેશે ડાયરી કાઢી અને વાંચવાની શરૂઆત કરી..ડાયરી ભાગ - 7 આજે પપ્પા સાથે મંદિરે દર્શન કર્યા , ચોકલેટવાળું દૂધ પીધું...સ્કુલ બસ માં મુકવા આવી...રાજેશ ભાઈએ વાંચતા વાંચતા પાના ઉથલાવવા માંડ્યા..આગળ લખ્યું હતું...આજે મને ક્લાસમાં સરે વેરી ગુડ આપ્યું...વિનીતા નો આજે બર્થડે હતો એને ચોકલેટ આપી , સ્કૂલબસ માં બધી બેનપણીઓ સાથે અંતાક્ષરી રમ્યા હું