સરની થયેલ બે ઘડીની મુલાકાત જૈમિકના મનમાં હજારો સવાલ મુકી જાય છે. બે ઘડી હતાશ થયેલ જૈમિક વિચાર કરે છે કે જે કાંઈપણ સર મને કહીને ગયા છે એ બધું ખોટું છે એ હું સારી રીતે જાણું છું પણ એમને શું ફાયદો મને આવું કહીને.....? કેમ એમને મારા અને નેત્રિના સંબંધથી આટલી તકલીફ છે કે એ આટલું બધું ખોટું બોલી રહ્યાં છે. વિચાર કરતાં કરતાં એણે આંખ બંધ કરી ત્યાં એની આંખ સમક્ષ બસ એક જ ચહેરો આવ્યો નેત્રિનો તો એને આંખ ખોલી અને મનમાં હસવા લાગ્યો પછી વિચારે સર પણ અજીબ છે એમને કહેવું હતું