" હા....એમજ બારી ખોલતા જણાયું કે હું પેહલા માળે છું એટલે પાઇપ ઉતરીને નીચે પોહચી ગઈ......." મનસ્વી નીચે ઉતરીને આગળની તરફ ત્યાંથી નીકળવા માટે પ્રયત્નશીલ હતી. ત્યાં જ તેની નજરમાં આવ્યું કે એ જે જુના મકાન પરથી નીચે ઉતરી હતી એના દરવાજા પર બે જણ પેહરેદારી કરીને બેઠા હતા....એક તો એ જ હતો જેને મનસ્વીને પકડીને વાનમાં ધકેલ્યું હતું. બંને વાતચીતમાં મશગુલ હતા. પોતાની સાથે આ બધું શા માટે થઈ રહ્યું છે એ કારણ જાણવા મનસ્વી એ એમની વાતો સાંભળવા પ્રયાસ કર્યો..... " અરે....તને કઈ ભાનબિન પડે છે કે નહીં પેલા ગામના ગંડુંરામ ને તું એક લાખ આપી આવ્યો....." એમાંનો