જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 61 લેખક – મેર મેહુલ (7 માર્ચ,11 59pm,ઉધના) “બધાં પોઝિશન પર છે?”સુનિતાબેને શેટ્ટીને પૂછ્યું. “હા મેડમ બધાં પોતાની જગ્યાએ પહોંચી ગયા છે”શેટ્ટીએ કહ્યું, “તમારાં આદેશની રાહ જોવાય છે” સુનિતાબેને કમરમાં રહેલી પિસ્તોલ હાથમાં લીધી.ડાબા હાથ પર નજર કરી.બરોબર બારના ટકોરે તેણે ઈશારો કર્યો.સુનિતાબેનના ઈશારા સાથે જ બંગલાની બધી લાઈટો બંધ થઈ ગઈ.50 લોકોની 5 ટુકડી બંગલામાં જુદાં જુદાં રસ્તેથી એક સાથે પ્રવેશી.બંગલામાં રહેલાં લોકો કશું સમજે એ પહેલાં ચિલ ઝડપથી સુનિતાબેન અને તેની સાથે રહેલાં લોકોએ સૌને ઘેરી લીધાં. થોડીવાર પછી લાઈટ શરૂ થઈ ત્યારે એક ઔરતની ફરતે દસ લોકો જોકરના લિબાસમાં