બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૩

  • 2.4k
  • 1
  • 988

અધ્યાય ૧૩ હું જ્યારે મિનલના ઘરે પંહોચ્યો, ત્યારે મધરાત થઈ ગઈ હતી. ચારેતરફ નીરવ શાંતિ હતી. અભિવાદન કરવા આવેલી ભીડમાંના કેટલાક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં પણ જગ્યા મળી ત્યાં સૂઈ ગયા હતા. હવાલદારોને બહાર ચોકી પર રાખી, લોકોની વચ્ચે થઈ, જગ્યા કરતો કરતો, સાવચેતીથી પગ મૂકતો મૂકતો હું દરવાજા સુધી પંહોચ્યો. મિનલને એના સ્વપ્નોમાંથી જગાડવાની લગીરે ઈચ્છા ન હોવા છતાં મેં દરવાજે બે-ત્રણ ટકોરા દીધા અને નકૂચો પણ પછાડયો. દરવાજો મિનલે જ ખોલ્યો. મને દરવાજે ઉભેલો જોઈ એ આશ્ર્ચર્ય પામી પણ કંઈ પૂછવાને બદલે એણે મને અંદર આવવા કહયુ. એણે મને પાણી લાવી આપ્યું અને સામે આવીને ખુરશીમાં બેઠી.