પ્રતિક્ષા - ૫૦

(26)
  • 3.6k
  • 4
  • 1k

મનસ્વી અને ઉર્વાને ઉર્વિલના ઘરમાંથી ગયે ત્રણ અઠવાડિયા ઉપર વીતી ગયા હતાં પણ ઉર્વિલે તે બંનેમાંથી એકપણને એકવખત પણ ફોન કર્યો નહોતો. તેના સાસુ સસરાનો ફોન આવતા તેમની સાથે વિવેક ખાતર એક બે વખત વાત કરી હતી જેથી કોઈને ખબર ના પડે કે મનસ્વી ખરેખર ક્યા કારણોથી ગઈ છે! પરિસ્થિતિઓ જયારે જયારે પણ પ્રતિકુળ થતી ત્યારે તેને સાચવવાને બદલે કે તેને બદલવા માટે મહેનત કરવાને બદલે ત્યાંથી ભાગી છૂટવું અને પૂરેપૂરું ઇગ્નોર જ કરવું એ ઉર્વિલનો સ્વભાવ થઇ ગયો હતો. બાળપણમાં કોઈ ગમતા રમકડાંની વાત હોય, મનગમતી જોબ કરવાની કે બીજા સિટીમાં સેટલ થવાની... પોતાની ઈચ્છાઓ માટે લડતાં કે જમીન