વિક્રાંતને રાજીવે અટકાવ્યો એટલે તે જરા ડરી ગયો પરંતુ તેણે પોતાના હાવભાવ પર કાબૂ રાખ્યો હતો. “બોલોને સાહેબ કઈ કામ હતું ?” “કામ તો એવું હતું કે આવી બપોરે તમે વિરુભાની મુલાકાતે આવ્યા હતા ?” “અરે સાહેબ હું તો મારા ઘર તરફ જતો હતો એમાં મારી નજર તમારા પર પડી અને તમે લોકો કૈંક તપસ કરી રહ્યા હતા એટલે મે જરા પૂછ્યું.” “એમ કઈ બાજુ આવે તમારું મકાન ?” “બસ આ રહ્યું આ સામે જ્યાં ચાર રસ્તા મડે છે ત્યાં રસ્તાની બાજુનું જ પહેલું મકાન.” “ત્યારે તો તમારી મહેમાનગતિ માનવી પડશે.” રાજીવ અમસ્તા