પરી - ભાગ-11

(11)
  • 3.1k
  • 1
  • 1.6k

" પરી " ભાગ-11 ક્રીશા બોલી રહી છે અને શિવાંગ સાંભળી રહ્યો છે... હવે આગળ.... બંને જમવા માટે 'ઉડીપી હોટલ શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ફેવરીટ સેટ ઢોંસા મંગાવે છે અને શિવાંગ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે. શિવાંગ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે...અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું...ક્રીશા આ જોઇ ગઇ એટલે તેણે તરત જ પૂછ્યું, " કેમ સર શું થયું એકલા એકલા હસો છો..??