વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૮

(25)
  • 5.6k
  • 3
  • 2.5k

ઘોડી ઉપર ચાબુક પડતા જ બગી સાથે હમીરભા અને ઝમકુ હાલી નીકળ્યા. શામજીભાઈ તો જાણે પોતાના સાતેય વહાણ ડૂબતા હોય અને કિનારે ઉભેલો કોઈ નાવિક એ ડૂબતા જહાજ જોતો હોય એમ આંસુ ભરેલી આંખે જોતો ઊભો હતો. ભીખુભા, હમીરભા અને ઝમકુ દૂર નીકળી ગયા હતા અને એ બાપ કોણીએથી હાથ વળેલો ઊંચો રાખીને ઊભો હતો. એને તો જાણે આજે પોતાની દીકરીને બીજીવાર વિદાય આપી હોય એવું લાગી રહ્યું હતું. બસ ખાલી ફેર એટલો હતો કે આજે થોડી ચિંતા વધુ હતી. મનમાં ને મનમાં એ ભગવાનને દીકરીના સુખી સંસારની પ્રાર્થના કરતો હતો. અધૂરામાં