આગળ આપણે જોયું કે હસ્તી અને પંક્તિ બંને લાંબા સમય પછી મળે છે અને હસ્તી, પંક્તિને કંઈક કહેવા માગે છે. હવે, આગળ... (હસ્તી રસોડામાં ગ્લાસ મૂકી, પંક્તિ પાસે આવીને બેસે છે.) પંક્તિ: (હસ્તીનો હાથ પકડીને) કહી દો આજે... જે મનમાં છે એ બધું જ કહી દો. હસ્તી: (પંક્તિના હાથ પર હાથ મૂકી) હા.... પંક્તિ, છ વર્ષ પહેલાં મારા લગ્ન યાદ છે તને? પંક્તિ: હા... યાદ છે..એ જ દિવસે મારા માસીજીના દિકરાના લગ્ન હતાં એટલે હું નહોતી આવી શકી. હસ્તી: હા... એ દિવસે શું બન્યું હતું એ ખબર છે? પંક્તિ: ખાસ તો કંઈ નહીં પણ જાન બહું મોડી પડી હતી કારણ