રંગ સંગમ (ભાગ-૪)પ્લેન રનવે ઉપરથી આકાશમાં પ્રસ્થાન કરી ચૂક્યું હતું. રોમા અને વંદન આંખો મીંચીને બેઠાં હતાં. વંદન ઘેરી ઊંઘમાં સરી પડ્યો. આમ ને આમ પહોંચવાનો સમય થયો પરંતુ વંદન તો હજુ પણ નિંદ્રામાં ગરકાવ હતો. છેવટે રોમાએ તેને ઉઠાડ્યો.” વંદન, લેન્ડિંગ માટેનું એનોઉન્સમેન્ટ થઇ ગયું છે, જાગો !!”વંદને આંખો ખોલી, વાસ્તવિકતાનું ભાન થયું; આંખો લાલઘૂમ હતી અને ચહેરો સોજેલો. ” કેન્ટ બીલીવ, હું આટલું બધું સુઈ ગયો !”રોમાએ ફિક્કું સ્મિત આપતાં કહ્યું, ” હા, મારે તો એકલાં કંટાળવાનું જ ભાગ્યમાં લખ્યું હતું.”રોમા પોતાની ગણતરીમાં ફરી એકવાર માર ખાઈ ગઈ, કેમકે કલ્પેલું ‘સાનિધ્ય’ ખયાલોમાં જ રહી ગયું હતું.” સો સોરી,