પ્રેમ દીવાનો સુરજની પહેલી કિરણ તે ગામ પર પડી જે ગામમાં રામ કરી એક યુવાન રહેતો હતો. તે ગામમાં પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. કુકડાઓનો અવાજ થમવાનું નામ જ લેતાં ન હતા. જાણે કે હજુ કોઈ ગામના સૂઈ રહ્યું હોય. ગામને પાદરમાં આવેલી નદીના વહેણ ખળખળ વહેવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જંગલમાંથી આવતી નદી ઉનાળામાં વહેતી હતી. ગામના ખેડૂતો ખેતર જવા નીકળી પડ્યા હતા. પણ હજી રામ ઉઠયો ન હતો. રામ એટલે એક સંસ્કારી અને સુશીલ પચીસ વર્ષનો યુવાન જે તેમની બા સાથે રહેતો અને ખેત કામ કરી તેમનું ગુજરાન ચલાવતો. સવાર તો થઈ ગયું હતું. બા એ જોયું રામ