કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (7) કોરોના (૧૧) પુત્ર વિયોગ ચારુબહેન વ્યાસ સવિતાબેન તેમના પતિ ના અવસાન બાદ દીકરા સાથે અમદાવાદ રહેવા આવ્યા હતાં , આણંદ માં રહેતાં ત્યારે આજુબાજુનાં લોકો સાથે ખૂબ જ મનમેળ હતો।બધાં સાથે બેસીને રોજ બાપરે વાતો કરે, શાકભાજી કાપે ,, પાપડ ,પાપડી બનાવે .આમ તેમના દિવસો આનંદ માં જતાં .બાળકો આગળ ભણવા અમદાવાદ ગયાં .ભણી રહ્યાં પછી નોકરી પણ ત્યાંજ મળી ગઈ. સવિતાબેન ના પતિ મોહનભાઇ તો તેના ધંધા માં પડ્યા હતા કમાવા સીવાય કશેમાંય રસ નહોતો। પણ સવિતાબેન બધામાં રસ લેતા ,પાડોશ માં કોઈને કઈ પણ મદદ જોઈતી હોય કે કોઈ બીમાર હોય