પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-5 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ આંખોમાં મોજુદ તેજ અને ચહેરા પરની અડગતા જોઈને હેલેથન સમજી ગયો કે પોતાની સામે ઊભેલી વ્યક્તિ પંડિત શંકરનાથ છે. "તો તું છે એ વ્યક્તિ, જેને ઇલ્યુમિનાટી સામે બાંયો ચડાવવાનું દુઃસાહસ કર્યું છે?" હેલેથનનો કકર્ષ અવાજ વાતાવરણમાં વીજળીની માફક પડઘાયો. "તને શક હોય તો અજમાવી જો.." બેફિકરાઈ સાથે પંડિતે જવાબ આપ્યો. "થોડી જ વારમાં તમે સમજી જશો કે અહીં આવવાનું પગલું તમારા લોકો માટે દુઃસાહસથી વધુ કંઈ જ નથી.!" "લાગે છે તું અબુનામાં ઇલ્યુમિનાટીના સામાન્ય કક્ષાનાં સદસ્યોને મારીને પોતાની જાતને મોટી તીસમારખા સમજે છે?" હેલેથન ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "એ લોકોની સાથે ત્યાં લેવીએથન