બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 7

(12)
  • 3.2k
  • 2
  • 1.3k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (7) ખરેખર હું મેઘનાને ભૂલી નહોતો શકતો. અંતે એકમેકને અમે અનહદ પ્રેમ જે કરતા હતા. પરંતુ, જે વ્યક્તિને વિકલાંગો કે રોગીઓ પ્રત્યે પણ લાગણીઓ ન હોય.એવા વ્યક્તિઓના પ્રેમ પર ટ્રસ્ટ કરી શકાય ખરો? આ ઉત્તર હું મારી જાત પાસે થી મેળવવાનું પ્રયાસ કરી રહ્યો હતો. અને ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા. મેઘનાએ આત્મહત્યા કરી છે. હું આ સમાચાર સાંભળીને ચોંકી ગયો. શા માટે? શા માટે એણે આવું કર્યું હશે? એ મને આટલું ચાહતી હતી? પરંતુ, એની પાસેથી મને આવી ઉમ્મીદ નહોતી. ખરેખર મેં ધાર્યું નહોતું કે, એ આવું પગલું ઉપાડશે. હું રડી નહોતો શકતો.