પડદા પાછળના કલાકાર - ૨ - એક‌‌ સજ્જન જાસૂસ: રામેશ્વરનથ‌ કાઓ

(11)
  • 6.2k
  • 3
  • 2.4k

એક સજ્જન જાસૂસ : રામેશ્વરનાથ કાઓએનું અસ્તિત્વ છે છતાં પણ નથી અને નથી છતાં પણ છે.વાત છે દિલ્હીના લોદી રોડ પર આવેલી એક ઇમારતની - આ ઇમારત પર કોઈ જ નેમ પ્લેટ નથી, છતાં પણ ભારતની વિશ્વમા રાજકીય વગ જાળવી રાખવા આ મકાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.વૈશ્વિક રાજકારણ તથા દુશ્મન દેશોની લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા તથા તેનો અહેવાલ સીધો જ પ્રધાનમંત્રીને આપતા આ સરકારી વિભાગનું નામ છે R AW.1962મા ચીન સાથેના સંઘર્ષમાં મળેલી કારમી હાર તથા 1965ના પાકિસ્તાન વિરુદ્દના જંગમાં પડેલી કેટલીક મુશ્કેલીઓના પગલે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાસૂસી તંત્રને બે