ગામડાની પ્રેમ કહાની - ૧૩

(34)
  • 4.6k
  • 2k

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે સાપુતારાની વાદીઓમા પ્રેમનો એકરાર થઈ ગયો હતો. પણ અહીં સુશિલાબેન અને મનિષાબેન વચ્ચે કોઈ યુદ્ધ થવાના અણસાર દેખાતા હતાં. ભાગ-૧૩ સુશિલાબેન સીડી ઉતરીને સીધા મનિષાબેન પાસે આવ્યાં. મનિષાબેન જમવાના બાઉલ ટેબલ પર ગોઠવી રહ્યાં હતાં. એવામાં સુશિલાબેન તેમનો હાથ પકડી એમને બહાર ગાર્ડનમાં ઢસડી ગયાં. "આ શું કર્યું તે?? તમને આ ઘરમાં લાવી છું. એનો મતલબ એ બિલકુલ નથી, કે તમે આ ઘરને તમારી રીતે ચલાવશો. એક દિવસ જમવાનું બનાવવા શું આપ્યું. તમે તો આખાં ઘર પર કબ્જો કરવાં સજ્જ થઈ ગયાં." સુશિલાબેન રાડો પાડીને બોલવાં લાગ્યાં. ધનજીભાઈ અને દેવરાજભાઈ સુશિલાબેન સામે આંખો ફાડીને