જોરાવરસિંહના મોકલેલ માણસો દાદાનો માર્ગ રોકવા ગામ બહારથી નિકળી લગભગ ૫ કિ.મી દુર જયાં બન્ને તરફ મોટી ટેકરીની વચમાં નાનો ગાડા માર્ગ હતો,આ માર્ગ ખાસો લાંબો હતો અને નેળીયામાં આગળ પાછળથી ખુલ્લો અને આજુબાજુમાં ટેકરીથી ઘેરાયેલો હતો.ધોળા દિવસે પણ કોઇ વટેમાર્ગુ નીકળે તો પણ ચોર-ડાકુનો ભય રહેતો હતો.દાદા જેવા આ માર્ગમાં પ્રવેશ્યા ત્યારે ઝડપથી આ નેળીયુપસાર કરવા તેમની ઘોડીને ચાબુક મારી ફાસ્ટ દોડાવવાં લાગીયા પરંતુ બરોબર અધવચે પહોંચ્યા ત્યાં સામેથી બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા દેખાયા.દાદાએ પાછળ નજર કરી તો પાછળ પણ બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા હતા,તેમના દેખાવ ઉપરથી ચોર-ડાકુ હોવાનો દાદાને ખ્યાલ આવી ગયો.પોતાની પાસે બાપુની વસૂલાત કરેલી