અંગત ડાયરી - કેમિકલ લોચો

  • 4.8k
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : કેમિકલ લોચો લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૬, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર જન્માષ્ટમીના દિવસે હું શ્રી કૃષ્ણની છબી સામે તાકતો બેઠો હતો અને ભીતરે વૈચારિક કેમિકલ લોચો સર્જાયો.. એ જ લોચો આપની સમક્ષ પેશ કરું છું, સાંભળો... તમે કદી એ વિચાર કર્યો કે : તમારા ગયા પછી તમને કોણ કોણ યાદ કરશે? શા માટે યાદ કરશે? કેટલા દિવસો કે કેટલા વર્ષો સુધી યાદ કરશે? ગાંધીજી જેવા સત્ય અને અહિંસાના ઉપાસકને પ્રજા વર્ષો સુધી યાદ રાખે, મીરાંબાઈ - નરસિંહ મહેતા - જલારામબાપા જેવા ભક્તોને પ્રજા સદીઓ સુધી ન ભૂલે.. જયારે રામ-કૃષ્ણ જેવા અવતારો હજારો વર્ષો સુધી