રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 18

(60)
  • 4.6k
  • 1.5k

ગુફામાંથી મળ્યો ચળકતો હીરો.. પીટરની યુક્તિએ કાઢ્યા બધાને ગુફા બહાર.. _______________________________________ "ઓહહ.. કંઈક ચળકતી વસ્તુ હોય એવું લાગી રહ્યું છે..' જ્યોર્જે બતાવેલી દિશામાં ધ્યાનપૂર્વક જોતાં કેપ્ટ્ન બોલ્યા. "હા.. કંઈક ચળકે તો છે..' પ્રોફેસરે એ દિશામાં આંખો જીણી કરીને જોતાં કહ્યું. "શું હશે એ..' એન્જેલા એ તરફ જોઈને પ્રશ્ન કર્યો. ગુફામાં ઝાંખું અજવાળું હતું. બધા દૂર દેખાઈ રહેલી ચળકતી વસ્તુ વિશે તર્કો-વિતર્કો કરી રહ્યા હતા. બધાના મોંઢા ઉપર એક જ પ્રશ્ન હતો કે એ ચળકતી વસ્તુ શું હશે..? ગુફામાં સતત ચાર કલાક ચાલ્યા બાદ કેપ્ટ્નનો ઈરાદો અહીંયાથી પાછા વળવાનો હતો પછી અંત સમયે જ્યોર્જે બધાને આ ચળકતી વસ્તુ બતાવી એટલે