“બાની”- એક શૂટર ભાગ : ૨૪ઈન્ડિયા જવાના પહેલા જ બાની કશ્મેકશમાં હતી. ઈન્ડિયા જઈને એના ડેડને કેવી રીતે એહાન વિષે કહેશે? તેઓ માનશે કે પછી કશું ઊલટું કરીને ઈવાન સાથે ગોઠવી દે તો..!! એવા તરેહ તરેહના નકારાત્મક વિચારોથી ઝઝૂમી રહી હતી. એની મનની દુવિધાનું સોલ્યુશન લાવવાવાળા બે જ સમજદાર વ્યક્તિઓ હતાં. તેઓ એટલે એના જીવનનાં મોસ્ટ હસીન પાત્રો એમના દાદા દાદી. જેઓ હતાં તો મોટી ઉંમરના જ પરંતુ આજની જનરેશનના વિચારો સાથે તાલમાં તાલ મેળવનારા. તેઓ પોતાનાં નિર્ણયો થોપવામાં માનતાં નહીં પરંતુ જાતે ફેંસલો લઈ શીખવામાં માનતા હતાં.પરંતુ લગ્નનો નિર્ણય એ શીખવાનો વિષય ન હતો. બાનીની જરા અમથી ભૂલ કે નિર્ણયથી બધાનાં જ ભવિષ્યમાં ઉથલપાથલ