નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : મનોજ એના મૂળ રંગમાં આવે છે એ પછીનો આખો દિવસ રાહ જોવાની હતી. વિજયના પપ્પા શા સમાચાર લાવે છે, એની છેક સાંજે જ ખબર પડવાની હતી. એટલે એ આખો દિવસ શું કરવું, એ સવાલ હતો. વિજયે તો કહ્યું કે, આરામ કરો. સાંજે મારા પપ્પા જરૂર સારા સમાચાર લઈને આવશે. પણ મનોજને એવી બેઠાબેઠ જરાય ગમતી નથી. એ કહે કે, આપણે આપણી રીતે તો તપાસ કરવી જ રહી. સાચા ડિટેક્ટિવને કોઈક પગેરું મળવાની રાહ જોતાં બેસવું પાલવે જ નહિ. એટલે એણે તો કાર્યક્રમ ઘડી કાઢ્યો. બે ટુકડીઓ પાડી દીધી. એક ટુકડીમાં પોતે અને