યોગ-વિયોગ - 40

(345)
  • 23.9k
  • 18
  • 15.2k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૦ અભયે અજયના ફોનના જવાબમાં એવું કહી તો દીધું કે ‘‘હું મિટિંગમાં છું અને રાત્રેજ ઘરે આવીશ.’’ પણ એના સ્વભાવે એ ચિંતા તો થઈ જ હતી. એ.સી. ઓફિસમાં એને અચાનક જ પરસેવો થવા લાગ્યો. એણે ટાઇ ઢીલી કરી. શર્ટનું પહેલું બટન ખોલી નાખ્યું. પગ લાંબા કરીને રિવોલ્વિંગ ચેર પર જાતને લંબાવી દીધી. બે કેબિન વચ્ચેની કાચની દીવાલમાંથી પ્રિયાએ આ જોયું. એણે અભયના ચહેરા પર ચિંતાના અને અકળામણના ભાવ જોયા. અભય પાસે કામ લઈને, કે કંઈ પૂછવા ગયેલા બે-ત્રણ માણસોની સાથે અન્યમનસ્કની જેમ વર્તતા અભયની અકળામણ એનાથી કોઈ રીતે છાની રહે એમ નહોતી. પ્રિયા ઊભી થઈ,