*અસ્તિત્વનો અવાજ*. વાર્તા.. ભાગ :- ૧અસ્તિત્વનો અવાજ ઉઠાવવા માટે ઘણી વખત માનસિક મનોબળ કેળવવું પડે છે...લૂણાવાડા ની બસ ગીતામંદિર અમદાવાદ બસ સ્ટેશન પર ઉભી રહી. અને બધાં પેસેન્જર ઊતરવા લાગ્યા...અરુણા બેન પણ પોતાના બે થેલા લઈને ઉતર્યા...અને મણિનગર જવા માટે રીક્ષા શોધવાં લાગ્યા....એમની આંખો એમનાં જાણીતા રીક્ષા વાળા ને શોધી રહી..સામેથી જ જગ્ગો આવતો દેખાયો.અરુણા બેને હાથ કર્યો...એ દોડ્યો અને અરુણા બેન પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો. બા લૂણાવાડા જઈ આવ્યાં.??? જિજ્ઞેશ દાદાની કથા સાંભળી આવ્યા???“હા ઘણી ઈચ્છા હતી જિજ્ઞેશ દાદાની કથા સાંભળવાની તો મારી બહેનપણી સંગીતા ને ઘરે રોકાઈ અને બધાં દિવસની કથાનો લાભ લીધો.... મન હતું એટલે જઈ આવી...