ડાયરી - ભાગ - 6

  • 4.4k
  • 1k

ડાયરી ભાગ – ૬ પપ્પા મમ્મીએ રડવાની નાં પડી છે ને ? આ સાંભળી રડતી આંખો હસી પડી અને પપ્પાએ નિયતિનાં માથે ચુંબન લીધું.બીજે દિવસે ગાર્ડનમાં નિયતિ એની બેનપણીઓ સાથે રમતી હતી..જ્યાં નિયતિ દોડતી આવી..હું તમારા માટે કઈક લાવી છું..શું લાવી છે અમને બતાડ..?આ જુઓ..કહેતા નિયતીએ એમની બેનપણીઓને એક એક ડાયરી , પેન્સિલ ગીફ્ટ આપવા માંડી..આ તમારા માટે જ છે..સરસ છે ને..?આ પેન્સિલ હું રાખીશ.આ ડાયરી મને જોઈએ..કહેતા બે ત્રણ બેનપણીઓ તો લડી પડી..આ શું કામ આવે ? એક સખીએ પૂછ્યું..પપ્પાએ કહ્યું છે કે આમાં લખવાથી અક્ષર સારા થાય..નિયતિ તરત બોલી. તો તો હું રોજ આમાં લખીશ..અને હું પણ..આમાં લખીને મમ્મીને દેખાડીશ..રાજેશ