આગે ભી જાને ના તુ - 1

  • 2.5k
  • 776

પ્રકરણ-૧/એક એક તરફ સુરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે, તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તારલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી છે. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા છે. એવું લાગે છે કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંક્યા છે. રતુ ભા ઊર્ફે રતન રાજપૂત અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડા વળે તંબુ બાંધી ને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા છે. ઊંટને ચારો-પાણી આપી રતન અને રાજીવ સાથે