પિશાચિની - 18

(83)
  • 7.8k
  • 6
  • 3.6k

(18) ‘મારું ગળું.., મારું ગળું ભીંસાય છે, મારો જીવ જા...!’ અને જિગર આગળ બોલી ન શકયો. તે બોબડો બની ગયો, એટલે દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયા હતા : ‘‘જિગર ! આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે ! !’ અને આ સાંભળતાં જ જિગરની હાલત ઓર વધુ ખરાબ થઈ ગઈ. ‘સ્વામીજી ! જલદી મને બચાવવા માટે કંઈક કરો, નહિતર.., નહિતર મારો જીવ નીકળી જશે.’ જિગરના મનમાં આ શબ્દો ગૂંજ્યા ને આ શબ્દો બોલવા