•સૌ પ્રથમ વિશ્વના તમામ માતા-પિતાને મારા વંદન... વિશ્વના તમામ માતા-પિતાના ચરણોમાં આશીર્વાદ લેવા મારી આ રચના સમપિર્ત કરું છું અને તેમના સન્માનમાં નીચેની પંક્તિઓ મારા શબ્દોમાં:- "માતા છે જીવનની ધારા, તો પિતા છે તેની અમૃત ધારા; માતા છે વાત્સલ્યની મૂતિઁ, તો પિતા છે તે મૂતિઁની માટી; માતા છે પ્રેમની અખંડ જ્યોત, તો પિતા છે તે જ્યેતનો સ્ત્રોત છે; માતા છે જીવનમાં અનમોલ, તો પિતા છે આપણા જીવનનું મૂળ!" •વાત જાણે સુરતના એક ઉધોગપતિની છે.તેમને ત્યાં ભગવાનની અસીમ મહેરબાની અને લીલા લહેર હતા,પરંતુ એક કહેવત કે"ભગવાન બધાને બધું નથી આપતો!"આવી લીલીવાડી છતાં તેને ત્યાં લગ્નનાં બે વર્ષ થયાં છતાં એકપણ બાળક