સુંદરી - પ્રકરણ ૨૦

(94)
  • 5.5k
  • 5
  • 3.8k

વીસ “ભાઈ, જરા ધીમે ખા, ગળામાં અટકી જશે.” વરુણને ઝડપથી ખાતા અને લગભગ ડૂચા મારતો જોઇને ઈશાનીએ તેને વાર્યો. પણ વરુણને ચિંતા હતી કે ક્યાંક સુંદરી તેનાથી પહેલા જમીને રેસ્ટોરન્ટમાંથી જતી ન રહે. સુંદરીએ ઇશારાથી વરુણને જરૂર કહ્યું હતું કે તે જમીને તેને મળશે, પણ ક્યાંક તે ભૂલી જાય તો? બસ આ જ ચિંતા વરુણને ઝડપથી એની પાઉભાજી ખતમ કરવા માટે મજબૂર કરી રહી હતી. “હું ધીમે જ ખાઉં છું. તું ચિંતા ન કર.” વરુણે ઇશાનીને કહ્યું. કૃણાલ વરુણની રગરગથી વાકેફ હતો, તેની શંકા ફરીથી મજબૂત થવા લાગી હતી. “એક તો તીખી ભાજી મંગાવી છે એમાં તું ઝડપથી ખાય છે,