મંજીત - 14

  • 2.7k
  • 4
  • 846

મંજીત પાર્ટ : 14એ શર્ટ પહેરીને ભાગતો સારા તરફ આવ્યો. એ એક હાથથી બટન લગાવતો હતો પરંતુ સારાનાં ધ્યાનમાં બટન લાગતા ન હતાં."સારા...!!" મંજીતે ધ્યાનમગ્ન થયેલી સારાને કહ્યું.પરંતુ સારા તો મંજીતમાં જ ખોવાયેલી હોય તેમ એને સાંભળ્યું નહીં."સારા મેડમ...!!" મંજીતે જોરથી કહ્યું."મંજીત." પોતે યકીન જ કરતી ન હોય કે મંજીત એના સામે આવીને ઊભો રહ્યો છે. તેવા આશ્ચર્યચકિત સ્વરમાં સારાએ કહ્યું."કેમ છો.?" મંજીતે પૂછ્યું."હું...!!" મંજીતને શું જવાબ આપવાનો એ સારાને સુજ્યું નહીં."મેડમ..." મંજીતે ફરી કહ્યું. તે સાથે જ સારાએ ગુસ્સો દેખાડતાં મંજીતના છાતીએ બંને હાથેથી ધખ્ખો માર્યો. મંજીતના અર્ધ ખૂલેલા શર્ટ પર એટલે કે છાતીના ખુલ્લા ભાગ પર સારાના નાજુક હાથોનો સ્પર્શ