દાદાજી

  • 2.4k
  • 796

'બેટા, તારે આ રીતે ઘર છોડી ચાલી ન નીકળાય. તને કંઈ અંદાજ છે કે તમારા મમ્મી-પપ્પા તારા વગર કેટલા દુઃખી થતા હશે?'- ચિંતિત સ્વરે દાદાજી બોલ્યા. 'દાદુ એ બંનેને મારી જરા પણ ચિંતા નથી. બસ મારી સામે પોતાની જોહુકમી ચલાવે છે. મારી વાતને કોઈ કાને ધરતું નથી, કોઈ મને પ્રોત્સાહન આપતું નથી, મારા વિચારો અને તેમનો મત એકબીજાથી એકદમ ભિન્ન છે.હવે હું તેમના સાથે રહી શકીશ નહીં. બન્નેને મારી પ્રત્યે કોઈ લાગણી રહી નથી, પ્રેમ રહ્યો નથી.'-- આ શબ્દો ૧૭ વર્ષના પાર્થના હતા.જાણે તેની પીડાને તેના દાદાજી પાસે શબ્દોરૂપી ઓકી