બદલાથી પ્રેમ સુધી ભાગ અગિયારઆપણે આગળ જોયું કે સોનાક્ષી બાલ્કની માં બેઠી બેઠી તેના ભૂતકાળ ના દિવસો યાદ કરી રહી હતી અને ફોન ની રિંગ વાગતા ની સાથે જ તે વર્તમાન માં આવે છે .ફોન માં મોટા ભા તેને તેમના દુશ્મન ના આવવાની માહિતી આપે છે.નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમનમુંબઇ એરપોર્ટ નું દ્રશ્ય આમ તો જનરલી કોઈ મોટા નેતા અથવા કોઈ બીજા દેશના મોટા માણસ આવવાના હોય ત્યારે જ મુંબઈ એરપોર્ટ પર આટલી ભીડ જોવા મળે છે .પરંતુ આજનો દિવસ જ કઈંક અલગ હતો આજે સવારથી જ મુંબઈ એરપોર્ટ પર કોઈના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી