એક અજુગતો આભાસ

  • 2.8k
  • 1
  • 686

નીતિનું ધ્યાન અર્થશાસ્ત્રની ચોપડીમાં વંચાઈ રહેલી નીતિઓ માંથી ભટકીને મોબાઈલ તરફ ગયું. "અરે ! આટલા વાગે મીતનો મૅસેજ? હમણાં જ તો ગુડ નાઈટ કહીને સુવા પડ્યો હતો!" મૅસેજ વાંચીને નીતિએ મીતને રિપ્લાય કર્યો. (બંન્નેની મૅસેજમાં થયેલી ચર્ચા)નીતિ એ પૂછ્યું, "શું થયું મીત? હમણાં તો તમે સુવાની વાત કરતાં હતાં "મીતે જવાબ આપતા કહ્યું, "હા, પણ હું રૂમમાં ગયો તો બધા ફ્રેન્ડ્સ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે સળંગ ત્રણ-ચાર રજાઓ આવે છે અને આટલે આવ્યાં છીએ તો વિચાર્યું કે સાસણગીર જઈ જ આવીએ. પણ હું કન્ફ્યુઝ છું કે જાઉં કે ના જાઉં કારણકે અહીંયાના જુનિયર જ