પાલવ

(11)
  • 2.2k
  • 824

રેલ્વે સ્ટેશન ના છેલ્લા બાંકડા પર બેઠા બેઠા મનન ટ્રેનની રાહ જોતો હતો.આજે એને મુંબઈ સાહિત્ય મેળાવડામાં જવાનું હતું.આમતો પોતે એકલો રહેતો હોવાથી જવા આવવામાં કંઇ સમયનું ધ્યાન રાખવાનું હતું નહીં.આજથી દસેક વરસ પહેલા મનનના લગ્ન સુષ્મા સાથે થયા હતા.પણ લગ્નના એક વરસ બાદ એક ગોઝારા અકસ્માતમાં સુષ્માનું અવસાન થયું.ત્યાર બાદ મનને બીજા લગ્ન કર્યા નહીં. પોતે સાહિત્યનો જીવ એટલે પોતાના જીવનમાં પુસ્તકોને વધુ જગ્યા આપી અને શેષ જીવન સાહિત્યમાં અર્પણ કરી દીધું.અનેક વખત સાહિત્ય મેળાવડામાં જવાનું થતું.એજ બાબતે આજે પણ એ મુંબઈ જવા ટ્રેનની રાહ જોતો બેઠો હતો.ટ્રેન આવી એટલે પોતે પોતાની રિઝર્વ સીટ પર બેસવા ગયો.પણ જેવી સીટ