ફરી એકવાર એક શરત - 4

(14)
  • 3.4k
  • 1
  • 1.4k

અંશ અને સૌમ્યા ના મંદિર માં થયેલ મુલાકાત ને આજે 1 અઠવાડિયું વીતી ગયું હોય છે. ત્યારબાદ સૌમ્યા નો ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ કઈ જ નથી આવ્યું હોતું. એને એની જોબ પાછી માંગવા કે કઈ સમજાવવા પણ સંપર્ક કર્યો હોતો નથી. અંશ તેના ભાઈ આરવ સાથે બેઠો હોય છે. આરવ: ઓકે તો તું એમ કહે છે કે તે કીધું અને તે નીકળી ગઈ એમ જ?? હજી સુધી કોઈ કોન્ટેક્ટ નથી કર્યો સૌમ્યા એ? તો?? અંશ: એના ગયા પછી તેની ફ્રેન્ડ એ જે કીધું એ કદાચ સાચું હોઈ શકે મને એમ લાગ્યું.... આરવ: હવે અફસોસ થાય છે ને